સાનુકૂળ પરિસ્થિતિ Sanukul
M
0
Altın Yaprak
સાનુકૂળ પરિસ્થિતિ
સ્વમાન જેવું કોઈ માન નથી
અપમાન ને સંઘરવા કોઈ મ્યાન નથી
બંને તલવાર ની ધાર જેવોચળકાટ રાખે છે
સમય આવ્યે શિરચ્છેદ કરવાની ક્ષમાતા દાખવે છે।
માણસ કેવો હોવો જોઈએ!
પથ્થર માં થી પાણી કાઢી બતાવે તેવો
વખત આવે બાહુબળ થી સામર્થ્ય દેખાડે
સન્માનજનક પરિસ્થિતિ ઉભી કરી ડંકો વગાડે।
આ બંને ને સહન કરી જાણે ગરીબ ની દીકરી
તેને મળ્યો છે મહામૂલો વારસો અને નસીબ માં નોકરી
કુટુંબ નું પૂરેપૂરું જતનઅને માબાપ ને સંતોષ
આજ છે તેનો ધ્યેય અને મળ્યું છે પારિતોષ।
એટલે કહ્યું છે "શોધો તો ગરીબ" ની દીકરી જ ગોતશો
દહેજ ની પળોજણ માં પડયા વગર સુપાત્રજ શોધશો
અનેમાબાપ ના કુળ ની જેમજ સસુરાલ માં દીપ પ્રગટાવશે
એના ઉજાસ માં મહેમાનગતિ ની સુવાસ પ્રસરાવશે।
ગરીબાઈ કોઈ અભિશાપ નથી
લક્ષ્મી કોઈની થઇ નથી અને થવાની પણ નથી
માણસ સ્વાવલંબી અને મહતવાકાંક્ષી હોવો જોઈએ
એવા માણસ મળે તો દીકરી માટે બીજે ગોતવા ના જવું જોઈએ।
સંકેત સાફ છે
આજ જીવન નો ગ્રાફ છે
ઊંચે પણ જાય અને નીચે પણ આવી જાય
માણસ એજ કહેવાય જે સામનો કરી સાનુકૂળ પરિસ્થિતિ નું સર્જન કરી જાય।
Bu şiiri puanla
Henüz puan verilmemiş